દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યંત શરમજનક પ્રદર્શન, હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ ઉઠાવ્યાં સવાલ
દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી સત્તા પર બિરાજમાન રહેલી કોંગ્રેસને 2015ની જેમ આ વખતે પણ એકેય સીટ મળી નહીં. જેને લઈને હવે પાર્ટીમાં હાહાકાર મચી રહ્યો છે. હારને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે.
નવી દિલ્હી: દિલ્હીમાં સતત 15 વર્ષ સુધી સત્તા પર બિરાજમાન રહેલી કોંગ્રેસને 2015ની જેમ આ વખતે પણ એકેય સીટ મળી નહીં. જેને લઈને હવે પાર્ટીમાં હાહાકાર મચી રહ્યો છે. હારને લઈને પાર્ટીના નેતા એકબીજા પર ઠીકરા ફોડી રહ્યાં છે તો ક્યારેક રણનીતિને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીની હારને પાર્ટી માટે નિરાશાજનક ગણાવી છે.
'નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ મંત્રી બને', વિદેશમંત્રી અને ઈતિહાસકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું
મધ્ય પ્રદેશના પૃથ્વીપુર પહોંચેલા સિંધિયાએ કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર કહ્યું કે આ અમારી પાર્ટી માટે ખુબ નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને એક નવી કાર્યપ્રણાલીની તત્કાળ જરૂરિયાત છે. દેશ બદલાયો છે. આથી અમારે દેશના લોકો સાથે નવા પ્રકારે વિચારવાનો અને જોડાવવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.
અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સુભાષ ચોપડાએ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ આ હારની જવાબદારી લીધી હતી.
નિર્ભયા કેસ: ફાંસીથી બચવા માટે દોષિત વિનય શર્માનો નવો પેંતરો, 'મગજ ઠેકાણે નથી'
શીલા દિક્ષીત પર આરોપ
ચાકોએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું પતન 2013માં શરૂ થયું હતું. તે સમયે શીલા દિક્ષીતજી મુખ્યમંત્રી હતાં. નવી પાર્ટી AAPએ કોંગ્રેસનો સમૂળગો વોટ બેંક પડાવી લીધો. અમે તે ક્યારેય પાછો મેળવી શક્યા નહીં. તે આજે પણ આમ આદમી પાર્ટી પાસે છે.
દેવડાએ ચાકોને ઠપકાર્યા
15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત નેતા શીલા દિક્ષીત પર આરોપ લગાવ્યાં બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ ચાકો પર આકરા પ્રહારો કર્યાં. કોંગ્રેસ નેતા મિલિન્દ દેવડા સહિત નેતાઓએ ચાકોના નિવેદનને આપત્તિ જનક ગણાવ્યું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube